રમતગમત: ક્રિકેટ જગતની વર્તમાન પેઢીના કેટલાક દિગ્ગજ સ્ટાર્સથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં આજે રમાનારા હાઇવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની ટીમને ફરીથી રગદોળવા માટે મેદાનમાં ઊતરશે ત્યારે કરોડો લોકોની નજર આ મેચ ઉપર રહેશે.
Decision Newsને આઇસીસી ટૂર્નામેન્ટમાં જ બંને ટીમો આમનેસામને થતી હોય છે. આઇસીસીની વન-ડે તથા ટી20 વર્લ્ડ કપની તમામ 12 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો પાંચ વખત આમનેસામને થઈ છે અને તેમાં પણ ભારત જીત્યું છે.
કોહલી, રોહિત, બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ હોવાના કારણે ભારતીય ટીમ દબાણમાં આવશે નહીં. ભારતની તુલનામાં પાકિસ્તાન દબાણમાં રમશે કારણ કે, તે ક્રિકેટની આ સૌથી નાની ફોર્મેટમાં પોતાની પરંપરાગત હરીફ સામે સતત હારતું આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ક્રિકેટ ઉપર સંકટના વાદળો છવાયા છે અને ભારત સામે હારે તો તેની સ્થિતિ વધારે કફોડી બની જશે.

