ઉત્તરપ્રદેશ: આજરોજ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી લખનઉ પાસે બારાબંકીમાં પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે. આ ઉપરાંત બારાબંકી સિવાય આજથી સહારનપુર અને વારાણસીમાં પણ કોંગ્રેસ પ્રતીજ્ઞા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.

પ્રિયંકા ગાંધીએ યાત્રા શરૂ કરાવતા પહેલા નોકરીઓ, શિક્ષણ અને મહિલા અનામત તેમજ મફત શિક્ષણ જેવા મુદ્દાઓની જાહેરાત કરી હતી. 23 ઓકટોબરથી એક નવેમ્બર સુધી પ્રતીજ્ઞા યાત્રા ચાલશે. કોંગ્રેસની ત્રણ પ્રતિજ્ઞા યાત્રા આજે ત્રણ શહેરોથી રવાના થશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશના ખૂણે ખૂણે કોંગ્રેસનો અવાજ વધુ બૂલંદ કરવાનો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી આજથી પ્રતિજ્ઞા યાત્રા શરૂ કરવા જઈ રહી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ પણ આ પ્રસંગે હાજરી આપશે છે.