ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલી જાણીતી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સામાજિક કલ્યાણએ ત્યાં ફરજ બજાવતા શિક્ષક પોતાની જવાબદારી સમજે છે જેના કારણે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવા દ્વારા વિદ્યાર્થીના શૈક્ષણિક વિકાસ માટે અંગ્રેજી અને ગણિતના ‘મેજિક વર્કશોપ’ નું આયોજન કરવામાં આવ્યુ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના રાનકુવા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ આ વર્કશોપ દરેક સ્કૂલના વિદ્યાર્થી માટે બિલકુલ ફ્રી માં છે વોટસએપમાં જોડાવા માટે સ્કૂલના હેલ્પલાઇન નંબર ફોન કરી અથવા રૂબરૂ સ્કૂલની મુલાકાત લઇ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વધુ માહિતી મેળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓ 9099766581 સંપર્ક કરી શકે છે.

રાનકુવા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા ‘મેજિક વર્કશોપ’ એ શૈક્ષણિક કાર્યની નવી પહેલ છે સમાજમાં કેળવણી અને આજુબાજુના ગામોના બાળકોમાં નવી ચેતના ઉદ્ભવે અને સામાજિક વિકાસની સાથે શૈક્ષણિક વિકાસ થાય એ વર્કશોપનો શુભ આશય છે.