દાનહ: માનનીય મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ સાહેબે લોકસભાની પેટાચૂંટણી અનુસંધાને દાદરાનગર હવેલીના લોકસભાની પેટાચૂંટણી અનુસંધાનેનાં જલારામ મંદિર વિસ્તારમાં પ્રચાર અર્થે મુલાકાત લીધી હતી જેમાં માનવીય દિલ્હી લોકલાડીલા સાંસદ એવા શ્રી મનોજ તિવારીજી સ્ટાર પ્રચારક તરીકે સાથે જોડાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રનિશ્રી દાદરા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ દાનહના જિલ્લા પ્રમુખ અજયભાઈ દેસાઇ, દાનહના વરિષ્ઠ કાર્યકર્તા કમલેશભાઈ દેસાઇ, ડૉ. કેસી પટેલ સાંસદ વલસાડ ડાંગ પિયુષભાઈ દેસાઇ નવસારી ધારાસભ્ય, પેટા ચૂંટણીનાં દાદરા જિલ્લા પંચાયત સીટનાં અન્ય જિલ્લાના પ્રભારી/ઈનચાર્જ એવા મિટેશભાઈ દેસાઇ, દર્પણભાઈ દેસાઇ, વલસાડ જિલ્લા મહિલા બળસમિતી અધ્યક્ષ રંજનબેન પટેલ, વલસાડ જિલ્લા પંચાયત સભ્ય મિતેશભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વાપી નોટીફાઇડ પ્રમુખ હેમંતભાઇ પટેલ, તેમજ અન્ય કાર્યકર્તા ગણ ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં દાનહમાં લોકસભાની પેટાચૂંટણી તમામ પક્ષો પોતાના પક્ષને વિજય બનાવવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપે પણ પોતાના સ્ટાર પ્રચારકોની સાથે સ્થાનિક નેતોઓને લઈને પાર્ટી પ્રચારનું અભિયાન શરુ કરી દીધુ છે હવે આવનારા સમયમાં જનતા વિજયી કળશ કોનો પર ઢોળશે એ જોવું રહ્યું.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here