ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ઇદે મિલાદ નિમિત્તે રાનકુવા મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોને BTTS/BTP દ્વારા શુભેચ્છાઓ પાઠવી રાજ્યમાં અને દેશમાં ચાલી રહેલા જાતિકરણ દુર કારી ભાઈ-ચારાનો સંદેશ વહેતો મુક્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ચીખલી તાલુકા BTTS યુવા પ્રમુખ અક્ષય પટેલ, નવસારી જિલ્લા BTTS યુવા પ્રમુખ વત્સલ પટેલ તેમજ ચીખલી BTP અધ્યક્ષ નિરવ પટેલ અને કાર્યકતાઓ દ્વારા પુષ્પગુચ્છથી શુભેચ્છાઓ પાઠવી હતી અને ભાઈ-ચારાનો સંદેશ મોકલ્યો હતો.
જો દરેક સંગઠન અને રાજકીય પક્ષ જો જાતિગત રાજકારણ છોડી સમાજના વિકાસના વિચારોથી જો આગળ આવે તો આ દેશ કે રાજ્યના વિકાસમાં આવતી અડધી સમસ્યા ઓછી થઇ જાય એ નક્કી છે આજે જે BTTS/BTP દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તે આવનારા સમયમાં જરૂર ફળદાયી નીવડશે એમાં બે મત નથી.











