કપરાડા: આજરોજ કપરાડા ખાતે નાધાઈ ગુપ્તેશ્વર હાઈસ્કૂલ વિદ્યાર્થીના હત્યાની ન્યાયિક તપાસ અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે મામલામાં કપરાડા મામલતદારને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર ખેરગામ તાલુકાના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં બનેલી આદિવાસી બાળકના મૃત્યુ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સ્થાનિક તંત્રને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હત્યારો પકડી જેલમાં પૂરવાની માંગણી કારી છે જો તંત્ર સાત દિવસમાં આ કાર્યવાહી નહિ કરે તો આઠમા દિવસે આદિવાસી સમાજ આખું કપરાડા બંધ કરશે ની ચીમકી ઉચ્ચારી છે.

આ આવેદનપત્ર આપવાના પ્રસંગે વાંસદા-ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ, મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષશ્રી રમેશભાઈ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટના બીસ્તુભાઈ, માહદુભાઈ, કુંજલીબેન, દશરથ કડું અને સમસ્ત આદિવાસી સમાજની હકની લડાઈ લડતા કપરાડા તાલુકાના તથા આજુબાજુના આદિવાસી સમાજના યુવાનો અને વડીલોઓએ હાજરી આપી હતી.