દાનહ: સેલવાસમાં યોજાનારી લોકસભાની આગામી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. 20 ‘સ્ટાર પ્રચારકો’ની યાદીમાં જાહેર કરવામાં આવી છે જેમાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં શ્રી રઘુ શર્મા શ્રી તારીક અનવર, શ્રી બીસ્વરાજન મોહન્ત્રી, શ્રી જીતેન્દ્ર બઘેલ, શ્રી અમિતભાઈ ચાવડા, શ્રી મહેશ શર્મા, શ્રી ઇમરાન પ્રતાપગ્રરહી, શ્રી નદીમ જાવેદ, શ્રી નસીમ ખાન શ્રી હાર્દિક પટેલ, કનૈયા કુમાર, શ્રી કિશનભાઈ પટેલ, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી કેશુભાઈ પટેલ શ્રી પ્રભુ ટોકિયા, શ્રી રાજેશ પટેલ, શ્રી મહેન્દ્ર યાદવ, શ્રી આરીફ રાજપૂત વગેરે સેલવાસની લોકસભાની પેટા ચૂંટણીમાં પોતાનું દમખમ બતાવશે.

વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની સ્ટાર પ્રચારકોમાં સામેલગીરી થતાં જ સ્થાનિક કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે જ્યારે તેઓ સેલવાસમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા માટે ચુંટણીના મેદાનમાં આવશે હવે આવનારા સમયમાં ધારાસભ્ય કરતાં લોક્નેતાની છબી ધરાવતાં નેતા અનંત પટેલના ભાજપ સરકાર પાર કરવામાં આવનારા પ્રહારો સેલવાસની ચુંટણીની જમીન પર કેવો પ્રભાવ પાડે છે એ જોવું રોચક બનશે.