મુંબઈ: ગુજરાતી લિટરેચરને મોટો પ્રતિસાદ મળ્યા બાદ દિવાળી પર્વને ધ્યાનમાં રાખી અને કાગબાપુ જન્મજયંતી નિમિત્તે રાબતા દીપોત્સવ અંક ૨૦૨૧ પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગને સમર્પિત કરી યોજવામાં આવી રહ્યો છે જેની ગુજરાતી સાહિત્યરસિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Decision News સાથે વાત કરતાં રાબતા દીપોત્સવના મુખ્ય સંચાલક બીજલ બેન જણાવે છે કે આ તમામ વચ્ચે કોઈ અનંત તત્વનો તાર રણઝણતો આવે એવા ભક્તકવિ દુલા ભાયા કાગ જેના ચારણી છંદ, ભજન, દુહા જેવા કવ્યપ્રકારો પાંખું કરીને ભારતમાં અને ભારતની બહાર ઘૂમી વળ્યા છે એને દિવાળી અંક સમર્પિત કરી ૫૦ લેખકો પોતાની અનોખી છટા વડે એમને જન્મદિવસની શુભેરછા સ્વરચિત કાવ્યો દ્વારા સમર્પિત કરશે. Pdf ફાઇલમાં ઓનલાઇન ગૂગલ મીટ દ્વારા વિમોચન કરવામાં આવશે.

૨૫ નવેમ્બર ભક્ત કવિ દુલા ભાઈ કાગની જન્મજ્યાંતી નિમિત્તે ગૂગલ મીટ દ્વારા રાબતા દીપોત્સવ ૨૦૨૧નું પિડફનું લોકાર્પણ કાગ પરિવારની હાજરીમાં કરાશે. ૫૦ લેખક મિત્રોને વિષય : કસુંબલ રંગનાં ગીત ગાજે પદ્ય અને ગદ્યમાં પર લખવાનું રહેશે અને સર્વ લેખક મિત્રોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.

Bookmark Now (0)