વાંસદા: કોરોનાના કેસો પ્રમાણમાં ઓછા થવાના કારણે સરકારે નિયમોના પાલન સાથે દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપતાં ઇદે મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પણ લીલીઝંડી આપ્યાના સમાચારે જ દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે.

ગુજરાતના ગૃહ વિભાગે સત્તાવાર રીતે માર્ગદર્શિકા બહાર પાડી શરતી છૂટ મુજબ જોઈએ તો ઇદે મિલાદના જુલુસમાં એક વાહન ઉપરાંત મહત્તમ 15 જ વ્યક્તિઓ સામેલ થઇ શકશે. દિવસ દરમિયાન જ જુલુસનુ આયોજન કરી શકાશે. જે તે વિસ્તારમાં જ જુલુસ ફરી શકશે.

વાંસદાના બજારમાં દુકાનદારનો વ્યવસાય કરતો મુખ્તાર Decision News સાથે વાત કરતાં જણાવે છે કે હાલમાં દક્ષિણ ગુજરાતના પ્રદેશની વાત કરીએ તો આવતી કાલે મુસ્લિમ બિરાદરો ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરશે. ઇદે મિલાદ પર મસ્જિદોને રંગબેરંગી લાઇટોની શરણગારવામાં આવશે. સરકારી સત્તાવાર રીતે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર જ ઇદે મિલાદની ઉજવણી થશે.