વાંસદા-ચીખલી: હાલમાં વાંસદા-ચીખલીમાં તાલુકામાં કોઈપણ જાતની પાસ પરમીટ વગર અને અમુક માલ પાસવાળો અને બીજો માલ પાસ વગરનો એમ કરીને ખૂબ મોટાપાયે લાકડાના વેપારીઓ દ્વારા લાકડાનો મોટાપાયે વ્યાપાર કરવામાં આવી રહ્યોનું લોકચર્ચા મુજબ જાણવા મળી રહ્યું છે

Decision Newsને લોકચર્ચા દ્વારા જાણવા મળ્યું છે કે મોટાપાયે ચાલતા આ વ્યાપાર વિષે પ્રશ્ન એ થાય છે કે કોના આશીર્વાદથી આ વેપલો ચાલી રહ્યો છે શું વનવિભાગને એની જાણકારી નથી ? વન વિભાગના કર્મચારીઓ દ્વારા એમના પર કયારે કાર્યવાહી કરવામાં આવશે કે નહિ ? લોકચર્ચા કરી રહ્યા છે કે એક બાજુ ગ્લોબલ વોર્મિંગનું સંકટ વધી રહી રહ્યું છે ત્યારે વૃક્ષો જ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે એમ છે. ત્યારે વૃક્ષો અને જંગલોને બચાવવા બંને તાલુકામાં માંગ ઉઠી રહી છે.

લોકો એમ પણ કહી રહ્યા છે તાલુકાના આસપાસના વિસ્તારોમાંથી પણ જંગલનું કિંમતી લાકડું એકઠું કરીને ગુજરાત બહાર મોકલાવાઈ રહ્યું છે. ત્યારે બંને તાલુકાનું વન વિભાગ આવા વેપારીઓ પર લાલ આંખ કરવાને બદલે આંખ-આડકાન કેમ કરી રહ્યું છે એ ચર્ચાનો વિષય છે હવે જંગલ અને વૃક્ષો બચાવવા લોકોએ જ આગળ આવવું પડશે એવું વાતાવરણ સર્જાય ચુક્યું છે એમ કહેવામાં કઈંક જ ખોટું નથી.