વાંસદા: 17, 18 અને 19 ઓક્ટોબર 2021ના રોજ છેલ્લા ૧૪ વર્ષોથી પ્રસિદ્ધ આદિવાસી અસ્મિતા, અખંડિતતા અને અધિકારોને સમર્પિત આદિવાસી સામાયિક ‘આદિલોક’ વાંસદા-ઉનાઈ તાલુકાના વાંચકો અને ગ્રાહકો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ૧૭ ઓક્ટોબરના રોજ સવારે શ્રી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ સંચાલિત સાંસ્કૃતિક ભવન અટકપારડી વલસાડ ખાતે, સાંજે 4 વાગ્યે મુ.પો કોસ ભણેલા ફળિયા મહુવામાં, 18 ઓક્ટોબર 2021ના સોમવારના રોજ સવારે 10 વાગ્યે સર્કીટ હાઉસ વાંસદા અને 19 ઓક્ટોબરના રોજ કિયાના ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ ટ્રોમોસેન્ટર બિરસા મુંડા સર્કલ ધરમપુર ખાતે આદિવાસી અસ્મિતા, અખંડિતતા અને અધિકારોને સમર્પિત આદિવાસી સામાયિક ‘આદિલોક’ વાંચકો અને ગ્રાહકો સાથે આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે પોતાની ટીમ સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા એક સંવાદ યોજ્યો છે.

‘આદિલોક’ સામાયિક દ્વારા યોજવામાં આવેલા આ સવાદમાં સાંપ્રત સમયમાં આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા સમાનતા, બંધુતા, સામાજિક ન્યાય, સહ અસ્તિત્વ અને આદિવાસી સમાજની ‘જીવો અને જીવવા દો’ ની વિચારધારા પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે