ખેરગામ: ગતરોજ રાત્રે ઘેંજ ગામમાં આદિવાસી સમાજની જન જાગૃતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારૂઢિ ગ્રામ સભાના અઘ્યક્ષ રમેશભાઈ ખાભડા, ડો. નીરવ ભાઈ ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ, તુષાર ભાઈ, DR. અનિલ ભાઈ, કીર્તિ ભાઇ જેવા સમાજિક આગેવાનો અને ગામના વડીલો ભાઈઓ બહેનો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ મીટીંગમાં ધરમપુરના અપક્ષના યુવાપ્રિય નેતા કલ્પેશભાઈ પટેલ જણાવ્યું કે સમાજની હકની લડાઈ લડતા યોદ્ધાઓ એ સમાજમાં જાગૃતિ અને નાતજાત ભૂલી આદિવાસી સમાજને એક થવાની, અને ગામમાં સમાજની તાકાત ઉભી કરવાની વાત કરી કરી હતી. જ્યારે DR. નિરવ પટેલે આવનારા વર્ષોમાં આદિવાસી સમાજની સંગઠીતતા જ વિકસિત સમાજની દિશા તરફ આપણને લઇ જશે એવું જણાવ્યું હતું.

આદિવાસી સમાજ જનજાગૃતિની મિટિંગનું આયોજન કરનાર રાકેશભાઈ અને તમામ ઘેજ ગામના સમાજના યોદ્ધાઓ, અને આયોજક મિત્રો દ્વારા આદિવાસી સમાજને જે સાચી દિશા તરફ જવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું તે બદલ સર્વે આદિવાસી વાડી આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.