ડાંગ: હાલમાં જ ડાંગ જિલ્લાના આહવા પાસેના ગામની એક પચીસ વર્ષની પરણિતાએ 181 મહિલા હેલપલાઇનમાં કોલ કરી આપવીતી જણાવી હતી કે તેના પતિની ગેરહાજરીમાં તેના જેઠ દ્વારા તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય આચરવામાં આવ્યાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આહવા તાલુકાના બાજુમાં આવેલા ગામમાં 25 વર્ષની પરણિતા છેલ્લા ત્રણ મહિનાથી પોતાના ઘરે એકલી રહેતી હતી કારણ કે તેમના પતિ કંપનીમાં જોબ છે ત્યારે એકલતાનો લાભ લઈ તેના જેઠ દ્વારા અવારનવાર શારીરિક છેડછાડ કરવામાં આવટી હતી પણ આ વિષે પરણીતાએ સબંધ બગડી જવાના બીકે કોઈને જણાવ્યું ન હતું. પરણીતાની ખામોશી ગેરફાયદો ઉઠાવતા જેઠ દ્વારા ગતરોજ ફરીથી રાત્રિના સુમારે ઘરે એકલી હતી ત્યારે તેના જેઠ દ્વારા બળજબરી કરવામાં આવેલ જેથી સાંજના એ 181 મહિલા હેલપલાઇનમાં કોલ કરતાં આ સમગ્ર ઘટના બહાર આવી હતી

એકલતામાં જેઠ દ્વારા પરણીતાને થતી હેરાનગતિમાંથી છુટકારો અપાવવા અભયમ કાઉન્સેલર ગુનાની ગંભીરતા સમજી પરણીતાને પોલીસ રક્ષણ મળી રહે તે માટે વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.