કપરાડા: ગત 10 ઓક્ટોબરના રોજ અંધારામાં કુંભઘાટ ઉપર એક ટેન્કર નં.MH-18-બીજી-1518 નો ચાલક ખાડીમાં કેમિકલ વેસ્ટ ખાલી કરવાની ઘટનામાં વાપી જીઆઇડીસી સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ કંપનીના મેનેજર અને અન્ય 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પોલીસ તપાસમાં આ કેમિકલ વેસ્ટ વાપી GIDC સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ કંપનીનું હોવાનું અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાથી કપરાડા પોલીસે કંપની મેનેજર વલસાડના પિયુષ રણછોડભાઇ દેસાઇ, એન્વાયરલમેન્ટ એન્ડ સેફ્ટી મેનેજર પ્રદીપ બદ્રીનાથ મિશ્રા, ચામુંડા ડ્રીમ સિટી છીરી વાપી, કંપનીના દિનેશ રામચંદ્ર શર્મા અને વાઇસ પ્રેસિડેન્ટ કમલ ઇશ્વરલાલ વશી, મધ્યપ્રદેશ તથા ટેન્કર માલિક માનીંદર ઉર્ફે સરદારજી અને ચાલક કાલુ સિંગ વગેરે પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં હાલમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કપરાડા કોર્ટ પર વધુ માહિતી મેળવવા માટે 5 દિવસના રિમાન્ડ લીધા છે. રિમાન્ડમાં આરોપીઓ કયા કયા વિસ્તારમાં કેમિકલ વેસ્ટ પહેલા પણ ઠાલવી ચુક્યા છે તે બહાર આવી શકે તેમ છે. હાલમાં આ કેસની તપાસ ધરમપુર CPI દ્વારા કરવામાં આવી રહી છે.

