વાંસદા તાલુકાની એકમાત્ર સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ની શિષ્યવૃત્તિ ન મળતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં આવી હતી.

વાંસદામાં આવેલ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાંસદામાં ભણતા એફ.વાય.બીએના વિદ્યાર્થીઓ દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ૨૦૨૦-૨૧ના વર્ષની શિષ્યવૃત્તિ હજુ સુધી આપવામાં આવી નથી. આ શિષ્યવૃત્તિ નહી મળવાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. કૉલેજના વિદ્યાર્થીઓ નોટબુક, ચોપડા અને વિવિધ ખર્ચાઓ માટે શિષ્યવૃત્તિની ખુબજ જરૂરિયાત હોવા છતાં પણ હાલ સુધી મળવા પામી ન હતી.

આ વર્ષે એફ.વાય.બીએના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે અને વિદ્યાર્થીઓ પણ લડી લેવાના મૂડમાં છે. જો આ પ્રશ્નનું નિરાકરણ નહિ તો આવનારા દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ ધરણાં પ્રદર્શન કરશે તો કંઈ નવાય નથી.