કપરાડા: ગતરોજ 11 ઓક્ટોબરના દીને ખેરગામ ખાતે જે 05 ઓક્ટોબરના દિવસે પિપલસેત (કપરાડા) ગામનો વિદ્યાર્થી ખેરગામ તાલુકાના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં ભણતો હતો અને જેનું મરણ થયેલ જેની તપાસ તાત્કાલિક નિષ્પક્ષ રીતે થાય અને આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે સમસ્ત આદિવાસી સમાજ કપરાડા દ્વારા ખેરગામ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો આવ્યા, જ્યાં ધરમપુર તાલુકાના આગેવાનોએ પણ ટેકો જાહેર કર્યો અને ખેરગામ તાલૂકા પંચાયત સભ્ય શુભાષભાઈ, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી સશીનભાઈ, ખેરગામના ડૉ. નીરવભાઈ ચીંતુબા (છાંયડો) હોસ્પિટલએ પણ ટેકો જાહેર કર્યો. અને ત્યારબાદ ડો. નિરવભાઈની આગેવાનીમાં આગેવાનોએ ખેરગામ PSI સાહેબની મુલાકાત કરી અને નિષ્પક્ષ તપાસ માટેની રજુઆત કરવામા આવી અને ખેરગામ PSI સાહેબશ્રીએ પણ તપાસમાં કોઈ કસર બાકી રહશે નહીંની વાત કરવામાં આવી.
ડો. નીરવ ભાઇએ કપરાડા જે ખુબજ દૂરથી આદિવાસી સમાજના લોકો ખેરગામ ખાતે આવ્યા એ જોઈ ડો. નીરવભાઈને લાગ્યું હશે કે કદાચ મારા સમાજના લોકો ભુખ્યા જ આવ્યા હશે તો ડૉ. નીરવભાઈએ આવેદનપત્ર આપ્યા બાદ તમામને જમવા લઈ જવાનો આગ્રહ કર્યો પરંતુ પોતાનો સમય ફાળવી અને સમાજ માટે ડો. સાહેબ આવ્યા તો એમનું કઈ રીતે જમીએ એમ વિચારી કપરાડાથી આવેલ તમામે ના કહી છતાં ડો. નિરવભાઈ દ્વારા તમામને નાસ્તો, બિસ્કિટ અને ઠંડુ પીવડાવવામાં આવ્યું અને તમામને સમાજ માટે જાગૃત રહેવા માટેની વાત કરવામાં આવી, મને એવું લાગે છે કે આદિવાસી સમાજના ઉચ્ચ હોદ્દા પર બેસેલ અધિકારીઓ પણ સમાજ પ્રત્યે આટલી લાગણી રાખે તો આપણો સમાજ વહેલો અને વધારે જાગૃત બનશે. ધરમપુર અને કપરાડાના આદિવાસી સમાજના લોકોના આવનાર સમયમાં પણ યોગ્ય નિરાકરણ ન આવ્યું તો ઉલગુલાન ચાલુ રહે છે.

