ઉત્તર પ્રદેશ: લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની કસ્ટડી પર આજે સુનાવણી લખીમપુર કોર્ટમાં થવાની છે. આ કેસની તપાસ કરતી એસઆઈટી તેના રિમાન્ડની માંગ કરશે. શનિવારે 12 કલાકની પૂછપરછ બાદ SIT એ આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે આશિષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને ઘણા સવાલોના સંતોષકારક જવાબ આપી શક્યા નથી. આ કારણે તેમની ધરપકડ કરવામાં આવે છે.
લખીમપુર ખેરી હિંસાના આરોપી આશિષ મિશ્રાની કસ્ટડી અંગે આજે કોર્ટમાં સુનાવણી થશે, જ્યાં કેસની તપાસ કરતી એસઆઈટી આશિષ મિશ્રાને રિમાન્ડમાં લેવાનો પ્રયત્ન કરશે. હાલમાં, આશિષ મિશ્રા 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં છે. શનિવારે, આશિષ મિશ્રાને બપોરે 12.30 વાગ્યે ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. એસઆઈટી પૂછપરછ માટે ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડી માંગી રહી હતી, પરંતુ આશિષ મિશ્રાના વકીલોએ તેનો વિરોધ કર્યો હતો. આશિષ મિશ્રા પર વિરોધ કરી રહેલા ખેડૂતોને કારથી કચડી નાખવાનો આરોપ છે.
ઉત્તર પ્રદેશ લીસના મીડિયા સાથે વાતમાં જણાવ્યા મુજબ, આશિષ મિશ્રા ‘ઉડાઉ જવાબો’ આપતા હતા અને તપાસમાં સહકાર આપતા ન હતા. ઉત્તરપ્રદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીના પુત્રને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. તેને પૂછવામાં આવ્યું કે તે ઘટનાના દિવસે બપોરે 2 થી 4 વાગ્યા વચ્ચે ક્યાં હતો. એટલું જ નહીં તેની પાસે કારતુસ તેની કાર થાર સુધી કેવી રીતે પહોંચ્યો તેનો પણ જવાબ ન હતો.