ખેરગામ: હાલમાં નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગતરોજ ધીમા ધીમા વરસતા વરસાદમાં ખેરગામ તાલુકાના આછવણી ગામ પાસે એક યુવાનની બાઈક સ્લીપ થઇ જતાં બાઈક સવારને ગંભીર ઈજાઓ થવાની ઘટના થવા પામી હતી
Decision Newsને સ્થળ પરથી મળેલી માહિતી મુજબ અજીતભાઈ પોતાના ધંધા રોજગાર અર્થે RJ-43-SB-4225 બાઈક લઈને રૂમલા, આછવણી થઇ ખેરગામ બાજુ જઈ રહ્યા હતા એ દરમિયાન બપોરના 4:10 વાગ્યાની આસપાસ આછવણી ગામમાં વરસાદી માહોલ છવાયેલ હતો. તેથી કોઈક કારણોસર બાઈક સ્લીપ થઈ જતાં મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.
અકસ્માતની ઘટના બનતાં ગ્રામજનો એકઠાં થઇ ગયા હતા અને ગામના અગ્રણી સેવાભાવી એવા આછવણી ગામના સરપંચશ્રી ગણેશભાઈને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 108ને જાણ કરી હતી અને અજીત ભાઈને સારવાર અર્થે ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

