દાદરા નગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણી માટે દરેક પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ માંથી મહેશકુમાર બાલુભાઈ ઘોડીએ ફોર્મ ભર્યું છે. ભાજપ તરફથી મહેશ ગાવિતે ફોર્મ ભર્યું છે, જયારે દિવંગત સાંસદના પત્ની કલાબેન ડેલકર ગતરોજ મુંબઈ ખાતે શિવસેનામાં જોડાયા બાદ હવે દાદરા નગર હવેલીના સાંસદ પદની ચૂંટણી શિવસેના તરફથી લડશે તેઓએ પણ આજે ઉમેદવારી નોંધાવી છે.

આપને જણાવી દઈએ કે, દાદરા અને નગર હવેલીના દિવંગત સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાં મળ્યો હતો. મોહન ડેલકરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હોઈ તેવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા. ત્યારે હવે મોહન ડેલકરના અપમૃત્યુ બાદ દાદરા નગર હવેલીમાં ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

ત્રણે પક્ષના ઉમેદવારોએ શું કહ્યું જોઈએ..

ઉમેદવાર જાહેર થયા બાદ આજે મહેશ ઘોડીએ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા શું કહ્યું જોઈએ આ વીડીઓમાં.

ભાજપના નેતા મહેશ ગાંવિતે ઉમેદવારી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા શું કહ્યું આવો જોઈએ..

શિવસેના માંથી કલાબેન ડેલકરે ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સંભાળો આ વીડીઓમાં..

દાદરા નગર હવેલીની ચૂંટણી 30 ઓક્ટોબરે યોજાશે અને મતગણતરી 2 નવેમ્બરે થશે.