ગતરોજ કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ‘ટી સ્ટોલ’નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું .

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ‘ટી સ્ટોલ’ના માટીની કુલડીના ઉપયોગથી રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે. માટીકામ સાથે સંકળાયેલા વિવિધ માટીના આર્ટિકલ ખરીદવાની વ્યવસ્થા કરીને મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં આવશે.