કપરાડા: ગતરોજ વલસાડના કપરાડા તાલુકામાં સાંજે 4 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમગ્ર પંથકમાં ગાજ વીજ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતી જેમાં ખુબ જ નુકશાની થયા હોવાની વિગતો સાંપડી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકામાં સાંજે 4 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમગ્ર પંથકમાં ગાજ વીજ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વિસ્તારોમાં મોટા મોટા ઝાડો રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આ વાવાઝોડા દરમિયાન અરણાય ગામના નિબારપાડા ફળિયામાં રહેતા સિતેભાઈ કાકડભાઈ ભાવર ઘર પર ટોતિગ ઝાડ પડતા ઘર તૂટી ગયું ઘરમાં એક વ્યક્તિ હાજર એને ગંભીર ઇજા પહોંચી હતી તેમણે તાત્કાલિક ધોરણે 108 ના મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે ઘરના આંગણા રાખેલ બાઈક પણ ઝાડ પડતાં દબાઈ ગઈ હતી. પરંતુ રાહતની વાત એ બની કે પરિવારના અન્ય વ્યક્તિઓ ઘર બહાર હોવાથી તેમનો બચાવ થયો હતો.

Bookmark Now (0)