સુરત: વર્તમાન સમયમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સૂરત દ્વારા શહેરના વૃદ્ધાશ્રમ વિવિધ સ્લમ અને સુડા આવાસના વિસ્તારોમાં કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર જજ કે. એન. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૦૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનારો કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૪, ૫ અને ૬ ઓક્ટોબરના રોજ ભારતીમૈયા વૃદ્ધાશ્રમ, સ્લમ અને સુડા આવાસના આંગણવાડીયોમાં પેનલ એડવોકેટ બીના ભગત દ્વારા વરિષ્ઠ નાગરિકોના અધિકાર અને યોજનાઓ, પેનલ એડવોકેટ પૂનમ મિશ્રા દ્વારા માનવઅધિકાર, શિક્ષણનો અધિકાર અને યોજનાઓ સાથે સામાજિક કાર્યકર અને પી. એલ. વી. દીપક જાયસવાલ દ્વારા કાનૂની સેવા સત્તા અધિનિયમ અને મફત કાનૂની સહાય વિષય ઉપર શિવીર મારફતે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
સદર કાનૂની માર્ગદર્શન શિબિર માં આંગણવાડીના ઇન્ચાર્જ રક્ષા પટેલ, રશ્મિકા પટેલ, હેતલ બારીયા વૃદ્ધાશ્રમના ઇન્ચાર્જ મેહુલ સોલંકી અને અંબિકા નિકેતન ટ્રસ્ટના શૈલેષ ઠક્કર સાથે સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો સંચાલન પી. એલ. વી. દીપક જાયસવાલ દ્વારા કરવામાં આવ્યો હતો.