ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામના કાછિયા ફળીયામાં પિતાના વિદેશ ગયા બાદ સગા પૌત્રોનો પૈસાના બાબતે દાદા સાથે ઝગડો થયો અને વાત વણસતા લાકડાના ફટકા અને પાઈપના ઘા ઝીંકી દાદાની હત્યા કરી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ખેરગામના કાછિયા ફળીયા ખાતે રહેતા રાજુભાઈ કમુભાઈ શેખ (ઉંમર વર્ષ આશરે 55) જેવો ચિકન સેન્ટર ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પુત્ર રસીદ શેખના બને પુત્રો એ પૈસા માંગવા બાબતે તેમની સાથે અવારનવાર ગાળો આપી બોલાચાલી કરી ઝગડો કરતા હતા હાલમાં જ પાંચેક દિવસ અગાઉ રાજુભાઈના કપડાં પણ તેઓએ તેમના ઘરની પાછળ સળગાવી દીધા હતાં. ત્યારે 4 ઑક્ટોબરના રોજ રાત્રીના 9 વાગ્યા થી રાત્રિના 10:30 વાગ્યાના સમય દરમિયાન રાજુભાઈ કમુભાઈ શેખની સાથે તેમનાં પુત્ર રસીદ શેખ ના બને પુત્રોએ પૈસાના બાબતે ફરીથી ગાળો બોલી અને બોલાચાલી કરી ઝગડો થતાં તેઓએ પોતાના દાદા રાજુભાઈને લાકડાના હાથા વડે વાંસની લાકડી તથા PVC પાઈપ તથા કમરના પટ્ટાથી માથાના ભાગે અને હાથ પગના ભાગે પણ માર મારી કરી મોત નિપજાવ્યું હતું.

ખેરગામ તાલુકાના કાછિયા ફળીયામાં બનેલા આ બનાવ અંગે રાજુભાઈના ભાઈ ફકીરભાઈ કમુભાઈ શેખએ ખેરગામ પોલીસ મથકે માહિતી આપતા પોલીસ દ્વારા આરોપી બે સગીરો સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.