ધરમપુર: ધરમપુર તાલુકાના ઉપરવાસના અમુક ગામોમાં ગતરોજ રાત્રે 8:04 મિનિટના સમયે અને આજે સવારે 11:05 વાગ્યાના આસપાસ આંચકા અનુભવાયા હતા જેને લઈ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાતા લોકો ઘરની બહાર આવી ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
Decision News સાથે વાત કરતાં ભવાડા ગામના જાગૃત યુવા મેહુલ ગાયકવાડ જણાવે છે કે ઘરમાં અનુભવાયેલા ભુંકપના આંચકાથી ઘર પરિવારમાં ભયનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું. ગામના અન્ય ઘરોમાં ભુંકપના આંચકાથી પતરા ખખડી ઊઠ્યાં હતા. તપાસ કરતાં ખબર પડી કે ભવાડા ગામના આસપાસ આવેલા ખાનપુર, ચોંઢા, મોળાઆંબા સહિત ધરમપુરના બોપી, હથનબારી, હનમતમાળથી જામલીયા સુધી આંચકો અનુભવાયો હતો.
આ ભુંકપની તિવ્રતા કેટલાં પ્રમાણમાં હતી એ જાણવા Decision Newsએ તપાસ હાથ ધરતા ગામના સરપંચોથી લઈને મામલતદાર ઓફીસ અને વલસાડના ડીઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ આ ભુંકપ માપવાના યંત્ર વિષે ગોળ ગોળ જવાબો આપી સરકારી અધિકારીઓએ વાત ટાળવાની કોશિશ કરી હતી આ બાબતે ભૂકંપ વખતે ધરમપુરનું સરકારી તંત્ર ઉંઘતાં ઝડપાયું એમ કહી શકાય