વ્યારા: રાણા પૂજા ભીલ તેમજ રાણી દુર્ગાવતી જન્મજયંતી નિમિતે આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ રાજકીય પાર્ટી તેમજ સામજિક સંગઠનોના યુવા આગેવાનો ભેગા મળી આદિવાસી સમાજની સમસ્યાઓ, આવનાર દિવસોમાં આદિવાસી સમાજ પર આવી રહેલા પડકારોનું નિરાકરણ કેવી રીતે લાવવુ એ બાબતે ચર્ચા કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજમાં બહુ ચર્ચિત બનેલા વર્તમાન સમયના રાજ્ય મંત્રી મનીષા સુથાર ખોટા જાતિના પ્રમાણપત્ર બનાવવા, આદિવાસી સમાજના લોકોને જાતિ દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીઓ, આદિવાસી સમાજના લોકોને ડોસવાડા ઝીંક પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત કરવાના આયોજન અને આદિવાસી સમાજમાં સમસ્યા કે મુંઝવણ પ્રશ્નો મુદ્દે આદિવાસી આગેવાનો અને લોકોએ પાર્ટી પક્ષ અને જાતિ છોડી બધા એ એક મંચ પર ભેગા થવા થવું જેવા મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીયમંત્રી તુષાર ચૌધરી સુનીલ ગામિત MLA નિઝર, અલ્પેશ પટેલ આપ કોર્પોરેટર સુરત,આદિવાસી ટાઈગરસેના ભારતના સ્થાપક પ્રફુલભાઈ વસાવા, BTP રાજકીય નેતા રાજભાઈ વસાવા, મનીષભાઈ શેઠ  જીમ્મી ભાઈ BTTSના ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજભાઈ પટેલ, સમસ્ત આદિવાસી સમાજ વાંસદાના પ્રમુખ ચિરાગ પટેલ વગેરે આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.