ખેરગામ: ગાંધીનું ગુજરાત હિંસકતાના રસ્તે વળ્યું હોય તેમ વલસાડના કપરાડા તલુકાના પીપલસેત ગામના એક વિદ્યાર્થીને ખેરગામ તાલુકામાં નાધાઈ ભેરવી ગામમાં આવેલી ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં હત્યા કરી નાખ્યાનો આરોપ વાળી એક નિર્દયી ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર વલસાડના કપરાડા તાલુકાનો વિજયભાઈ ગણેશભાઈ નામનો વિદ્યાર્થી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નાધાઈ ભેરવી ખાતે આવેલી ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં ધોરણ 9 માં ત્યાની જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. તેનું ગતરોજ મૃત્યુ થઇ ગયું હતું. વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે ગતરોજ બપોરે હાઈસ્કુલના કર્મચારીઓ દ્વારા વિજયની હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ સરકારી દવાખાનામાં આવેલ એક રૂમમાં તાળું મારીને મૂકી દેવામાં આવી હતી ત્યાર બાદ શાળાના કર્મચારીઓએ વિદ્યાર્થીની માતાને જણાવ્યું હતું કે તમારા બાળકને ચક્કર આવી ગયા છે. પોતાના બાળકની ખબર મળતાં માતા હાઈસ્કુલમાં પોહચ્યા હતા પણ વિદ્યાર્થીની લાશ તેમને બતાવવામાં આવી ન હતીત્યાર બાદ ૧૦:૩૦ વાગ્યાની આસપાસ પીપલસેત ગામના આગેવાનો આવ્યા હોવા છતાં લાશ બતાવવામાં આવી નહિ !

વિદ્યાર્થીનો પરિવાર જણાવે છે કે વિજયની લાશ તાળા બંધરૂમમાં જ હતી ત્યાં કોઈને જવા દેવામાં આવતું ન હતું. હાલમાં વિદ્યાર્થીના વાયરલ થયેલા ફોટોગ્રાફ્સમાં વિદ્યાર્થીના શરીર પર ઈજા કર્યાના નિશાન દેખાય આવે છે તેના ઉપરથી આદિવાસી આગેવાનો અંદાજો લગાવી રહ્યા છે કે વિદ્યાર્થીને મારમારીને હત્યા જ કરવામાં આવી છે. ચીખલી કસ્ટોડીયલ ડેથનો મામલો શાંત ન થયો ત્યાં જ ખેરગામ તાલુકામાં વધુ એક આદિવાસી બાળકની હત્યા થયાની ખબર આવી છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું આવે છે અને સરકારીતંત્ર દ્વારા જો હત્યા કર્યાના પુરાવા મળે તો હત્યારા વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે.