સોશિયલ મીડિયા: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, વોટ્સએપ અને ઈન્ટાગ્રામ લગભગ 6 કલાક સુધી બંધ રહ્યા બાદ એક્ટિવ થઈ ગયા છે. હવે સવાલ એ છે કે આ સમસ્યા પાછળનું કારણ શું હતુ. કહેવાઈ રહ્યું છે કે 3 પ્લેટફોર્મ કંપનીના ડોમેન નેમ સિસ્ટમમાં આવેલી ગડબડીના ચાલતા આ સમસ્યા થઈ. પરંતુ આ સમસ્યાના કારણે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ભારે નુકસાન થયું છે.

 BGP શું છે?

બ્લૂમબર્ગની જ રિપોર્ટથી ખબર પડે છે કે ફેસબુકમાં થયેલી સમસ્યાને જડ બ્રોડર ગેટવે પ્રોટોકોલ અથવા  BGP હતી. જો ડીએનેસ ઈન્ટરનેટની ફોન બુક છે તો  BGP આની પોસ્ટલ સેવા છે. જ્યારે કોઈ યુઝર ઈન્ટરનેટ પર ડેટામાં પ્રવેશ કરે છે તો  BGP તે રસ્તાઓને નક્કી કરે છે જ્યાં ડેટા ટ્રાવેલ કરી શકે છે. જોન ગ્રાહમના ટ્વિટ અનુસાર પબ્લિક રિકોર્ડ્સ દેખાડે છે કે ફેસબુક પ્લેટફોર્મ્સની લોડિંગ રોકાયાની થોડી જ મિનિટો પહેલા જ ફેસબુકમાં  BGP રુટમાં મોટા સ્તર પર ફેરફાર કરવામાં આવી રહ્યા હતા.

જ્યારે  BGPની ગડબડીથી ખબર પડી શકે છે કે કેમ ફેસબુકનો ડીએનેએસ ફેલ થયો. બીજી તરફ કંપનીઓએ અત્યાર સુધી આ પ્રતિક્રિયા નથી આપી કે આખરે 4 ઓક્ટોબરે કેમ  BGP રુટ્સ પાછા લેવામાં આવ્યા હતા.

https://twitter.com/WhatsApp/status/1445214728410710019?s=20