રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક તેમજ રસ્તાની બંને સાઇડ લોકોને આવન-જાવન અને વાહન વ્યવહાર માટે અડચણરૂપ હોય તેવા તમામ જંગલ કટીંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

નર્મદા જિલ્લામાં આવેલ તિલકવાડા-ડભોઇનો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે. તેથી પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ સહેલાઇથી રાજપીપલા શહેર સુધી આવન-જાવન કરી શકે તે હેતુસર માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી છે.

ગરૂડેશ્વર તાલુકાના ખડગદા, ઝરીયા ગામ તેમજ તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામથી લઈને વ્હોરા ગામ સુધી અને સાવલીથી લઈને કેશરપુરા ગામ સુધીના રસ્તા પર કામગીરી કરવામાં આવી છે. જેમાં વિવિધ ટીમો બનાવીને જંગલ કટીંગ તેમજ ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.