લક્ઝરી ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી કેસમાં ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી છે. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન સહિત અન્ય આરોપીઓને 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, NCBએ કહ્યું હતું કે, આર્યનના ફોનમાંથી અનેક આપત્તિજનક વસ્તુ મળી આવી છે. જોકે, હજી પણ આરોપીઓની વધુ પૂછપરછ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, NCBએ શનિવારે મુંબઈ દરિયા કિનારાએ એક ક્રુઝ પર રેવ પાર્ટી પર દરોડા પાડી આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. તે દરમિયાન NCBએ આ લોકો પાસેથી વાંધાજનક પદાર્થ જપ્ત કર્યા હતા.