નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા સહીત અન્ય તાલુકા અને જિલ્લાઓમાં જાતિના દાખલા મેળવવા માટે આદિવાસી સમાજના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા BTTS દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

જાતિના દાખલા માટે નર્મદા જિલ્લાના દરેક મામલતદાર કચેરીઓમાં આદિવાસી સમાજના લોકો પર અરજદારના પિતા, દાદા પરદાદાના જન્મ રજીસ્ટરના ઉતારા, પ્રાથમિક શાળા પ્રવેશ રજીસ્ટરનો ઉતારો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણનાં દસ્તાવેજી પુરાવાઓ, ગામનો નમુનો, 73 એએનું સોગંધનામુ, સરકારી અથવા અન્ય કોઈ સેવામાં હોય તેવા અરજદારના પિતા દાદા પરદાદા લોહીનું સંગાપણ ધરાવતા સગા સબંધીઓની આદિજાતી જણાવતા રેકોર્ડનો ઉતારો જેવા 37 જાતના પુરાવાઓ માંગવામાં આવે છે. અને એક પણ પુરાવો ન હોય એટલે દાખલા આપવામાં આવતા નથી જેથી અસલ આદિવાસીઓ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે.