નવસારી: આજરોજ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ બાબતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી નવસારી દ્વારા નવસારી જિલ્લા કલેકટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ બાબતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી નવસારી દ્વારા આજરોજ નવસારી જિલ્લા કલેકટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.

ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના મહામંત્રી ગુજરાત પંકજ પટેલે Decision Newsને આપેલી માહિતી અનુસાર હાલમાં સરકાર દ્વારા જાતિના દાખલા કાઢવામાં માટે જે ચાર પેઢીનામાની માંગ કરવામાં આવી રહી છે તેનાથી આદિવાસી લોકોની મુશ્કેલીમાં ખુબ અગવડતા ઉભી થઇ છે. લોકો હેરાન થઇ રહ્યા છે. એક સમાજના આગેવાન તરીકે લોક સમસ્યાને વાચા આપવીએ મારી ફરજ છે અને હું લોકોની આ સમસ્યાનો અવાજ માન. રાજ્યપાલ સુધી પોહચે અને લોકોની જાતિના દાખલા અંગે મુશ્કેલી દુર થાય એના ભાગરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.