પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ભારત સરકાર દ્વારા દેશના તમામ જીલ્લાઓમાં એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કીલ ઈન્ડિયાના આહવાનને ચરિતાર્થ કરવા માટે અને એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાને પ્રોત્સાહિત કરવા માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના 33 જિલ્લામાં 40 સેન્ટરો પર આજે તા. ૦૪-૧૦-૨૦૨૧ ના રોજ ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ તરીકે જોડાવા માટે ઉમેદવારો તેમજ એપ્રેન્ટીસની ભરતી કરવા માટે એકમો આ ભરતી મેળાનો લાભ લઇ શકશે. અમદાવાદ જિલ્લામાં વટવા ખાતે પણ આ ભરતી મેળાનું આયોજન કરાયું છે. વધુ જાણકારી https://apprenticeshipindia.org/ પરથી મેળવી શકાશે.