ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં 8 લોકો માર્યા ગયા બાદ રાજકીય તાપમાન ગરમાયું છે. લખીમપુર ખેરીમાં તણાવને જોતા ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. લખીમપુર ખેરી હિંસા કેસને જોતા યુપી પોલીસ પણ સરહદી વિસ્તારોમાં સતર્ક બની છે.

દિલ્હીના DND ટોલ પ્લાઝા પર પણ કારનો લાંબો જામ છે, કારણ કે નોઇડા પોલીસ સાવચેતીના ભાગરૂપે વાહનોની તપાસ કરી રહી છે. નોઇડા પોલીસનું કહેવું છે કે સાવચેતીના ભાગરૂપે વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ જામ ન થાય તેની ખાતરી કરવાનો પણ પ્રયાસ છે.

ગાઝિયાબાદ પોલીસે NH-24 અને NH 9 બંધ કરી દીધા છે. દિલ્હી પોલીસે આ અંગે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે. પોલીસે સરાઇ કાલે ખાનથી ગાઝિયાબાદ જતા લોકોને બીજો રસ્તો અપનાવવાનું કહ્યું છે. મળતી માહિતી મુજબ આ હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળવા આવેલી પ્રિયંકા ગાંધીની સોમવારે સવારે યુપીમાં હરગાંવ બોર્ડર પાસે ધરપકડ કરવામાં આવી હતી. યુપી પોલીસે તેને કસ્ટડીમાં રાખ્યા છે.