ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની મહાલ-12 બેઠકની પેટાચૂંટણી સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજીત 81 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું જેમાં ભાજપા, કૉંગ્રેસ, આપ સહિત અપક્ષ મળી કુલ ચાર ઉમેદવારો ભવિષ્ય નક્કી થશે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની મહાલ -12 બેઠક પરથી જીત મેળવેલ ભાજપાનાં ઉમેદવાર રાજુભાઈ કાશીરામભાઈ પવારનું થોડા સમય પહેલા મૃત્યુ થતા આ બેઠક ખાલી પડી હતી. જેથી આ ડાંગ જિલ્લાની એક બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં મહાલ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ, આપ સહિત અપક્ષ પાર્ટીનાં ઉમેદવારોએ ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. જે પેટાચૂંટણીનાં ગતરોજ પ્રચારનાં પડઘમ શાંત થયા હતા. સુબિર તાલુકા પંચાયતની મહાલ-12 બેઠકની પેટાચૂંટણી માટેનું આજરોજ મતદાન થયુ હતુ.

મહાલ બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે સવારથી સાંજનાં 6 વાગ્યા સુધીમાં કુલ 81 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ. મહાલ તાલુકા પંચાયતની બેઠક પર 1247 પુરૂષ મતદારો જ્યારે 1205 સ્ત્રી મતદારો તથા અન્ય 1 મળી કુલ -2453 મતદારો નોંધાયેલા હતા. ત્યારે ડાંગની મહાલની પેટા ચૂંટણીમાં કયો પક્ષ વિજયી બનશે એ આવનારો સમય જ નક્કી કરશે.