ડ્રોનમાં કોરોનાની રસી….સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આજે પહેલી વખત તે શક્ય બન્યું છે. કોરોનાની રસી આજે પ્રથમ વખત ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવી હતી અને તે મણિપુરથી શરૂ થઈ હતી. દક્ષિણપૂર્વ એશિયામાં આજે પ્રથમ વખત ડ્રોનનો વ્યાપારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મણિપુરના વિષ્ણુપુરથી કરાંગ સુધીના માર્ગ દ્વારા 26 કિમીનું અંતર હવાઈ માર્ગે 15 કિમી થઈ ગયું અને માત્ર 12-15 મિનિટમાં ICMRએ રસીઓ પહોંચાડી ICMR મણિપુરના લોક તક તળાવ મારફતે, કરંગ ટાપુ પર ડ્રોન દ્વારા રસી સફળતાપૂર્વક પહોંચાડી. આ સંપૂર્ણપણે ભારતમાં બનેલું ડ્રોન ઓટોમેટિક મોડમાં ઉડાન ભરી અને યોગ્ય રીતે તે સ્થળે પહોંચ્યું.
આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, આજે પ્રથમ વખત દક્ષિણ પૂર્વ એશિયામાં ડ્રોનનું વ્યાપારી ઉડ્ડયન થયું છે. આ માટે ICMR, મણિપુર સરકાર, ટેક્નિકલ સ્ટાફને અભિનંદન. નોંધનીય છે કે મણિપુરના કરાંગ વિસ્તારની વસ્તી આશરે 3500 છે, જેમાં 30% ને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં મણિપુરના વધુ બે જિલ્લાઓમાં આવા ડ્રોનની મદદથી રસી પહોંચાડવાની યોજના છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આજે રસી આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ઈમરજન્સી સેવા માટે, જીવન બચાવતી દવાઓ ડ્રોન દ્વારા પહોંચાડી શકશે. આના કારણે જંતુનાશક અને યુરિયાનો છંટકાવ થઈ શકે છે. નોંધનીય છે કે રસીકરણ અભિયાન અંતર્ગત તમામ મુશ્કેલીઓ અને ઉતાર – ચડાવ વચ્ચે, હવે ભારત 100 કરોડ ડોઝના આંકડાને સ્પર્શવા જઈ રહ્યું છે, પરંતુ હવે મુશ્કેલ માર્ગોને સરળ બનાવવા માટે ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે.

            
		








