સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૦૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનારો કાનૂની જાગૃતિ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા ૨ ઓક્ટોબર ગાંધી જયંતી, ડ્રગ વિરોધી દિવસ અને આંતરાષ્ટ્રીય અહિંસા દિવસ નિમિતે ભટારના સ્લમ વિસ્તારના આંગણવાડી અને અલથાનના શેલ્ટર હોમ ખાતે ઘરેલુ હિંસા, પોકસો એકટના કાયદા અને કાનૂની સેવા સત્તા અધિનિયમ વિષય ઉપર કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં વકીલ પૂનમ મિશ્રા દ્વારા બાળકો ઉપર થઈ રહેલ જાતીય શોષણ, નશામુક્તિના ઉપાયો, ભારત દેશમાં બાળકો સાથ યૌન અપરાધ અંગે કયો કાયદો છે એમાં કરેલ જોગવાઈ વિશે, પી. એલ. વી. દીપક જાયસવાલ દ્વારા બાળકોના માતા પિતા અને બાળકોને ગુન્હા બાબતે શુ-શુ કાળજી લેવી જોઈએ શુ ધ્યાનમાં લેવું જોઈએ સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મળતી વિભિન્ન સહાય તથા યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવી હતી.
સદર કાનૂની માર્ગદર્શન શિબિરમાં અલથાન શેલ્ટર હોમના ઇન્ચાર્જ નિકિતાબેન, ભટાર આંગણવાડીના ઇન્ચાર્જ શિલ્પા પ્રજાપતિ, હેલપિંગ હેન્ડ ફાઉન્ડેશનના માલવ શેઠ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અન્ય શેલ્ટર હોમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

