દાનહ: વર્તમાન સમયમાં જ જાહેર થયેલી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકસભા બેઠક માટે 30મી ઓક્ટોબરના રોજ થનાર ચૂંટણી માટે શનિવારે કલેકટર ડો. રાકેશ મિન્હાસે મતદાન કેન્દ્ર અને પોલિંગ સ્ટેશનોની મુલાકાત લઇ ચુંટણી માટે વ્યવસ્થા પોતાની દેખ-રેખમાં ઉભી કરાવી હતી.

Decision Newsને મળલી માહિતી મુજબ આ વખતે પહેલીવાર જ દાદરા નગર હવેલી ખાતે લોકસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંસદ મોહનભાઇ ડેલકરના આત્મહત્યા પછી આ લોકસભાની બેઠક ખાલી પડી હતી. આ ચુંટણીમાં લોકસભા સીટ પર પહેલીવાર પેટા ચૂંટણીમાં 3, 30, 000 મતદાતાઓ મતદાન કરતાં જોવા મળવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જેણે લઈને વ્યવસ્થાના ભાગરૂપે મતદાન કેન્દ્રો વધારીને 333 કરી દેવાયા છે.

દાનહના જિલ્લા અધિકારી ડો. રાકેશ મીંહાસે ચૂંટણી અધિકારી સાથે બેઠકનું આયોજન કરી ચૂંટણી તૈયારીના ખબર- અંતર જાણ્યા હતા તેમજ કલેકટરે કરાડ પોલીટેકનીકમાં મત ગણના કેન્દ્રનું નિરીક્ષણ પણ કર્યાનું સુત્રો જણાવે છે.