વિચારમંચ: આપણા દક્ષિણ ગુજરાતમાં ‘આદિવાસી ટાઈગર સેના ભારત’નો પાયો નાખનારા ડો પ્રફુલ વસાવાએ ગઈકાલે ફેસબુક પર આદિવાસી લોકોને અધિકારો કે હક્કો કેમ નથી મળતાં અને આદિવાસીઓ દ્વારા કરવામાં આવતાં આંદોલનોને કેમ સરકાર ગણકારતી નથી એવા મુદ્દે ચર્ચા કરી છે આવો જોઈએ..

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન એ પોતે ‌સુથાર‌ હોવાને લીધે ભાજપ માટે OBC સમુદાયના વોટ પણ ‌લાવે છે અને પોતાના જ મામલતદાર પિતા એ ST સર્ટી આપેલ જેથી આદિવાસી અનામત પરથી ચુંટણી લડે છે. જીતે છે અને સરકારમા મંત્રી પણ ‌બને‌ છે. ભાજપ કેમ ‌આદિવાસી સમુદાયની અનદેખી કરી ‌રહયુ છે અથવા ભાજપને ‌કેમ આદિવાસી વોટની ચિંતા નથી. કારણ ભાજપ જાણે છે કે આદિવાસીનો ‌મોટો વર્ગ રાજનીતિથી અજાણ છે, અભણ છે, અશિક્ષિત છે. જે સમુદાયને ‌પોતાના વોટ વેલ્યુ શું છે તે જ ખબર નથી તે સમાજની અનદેખી થાય જ એમાં બે મત નથી.

રાજનીતિક પાર્ટીઓ આદિવાસીઓના વોટ ખરીદે છે. પાર્ટી ઓ ચુંટણીમાં આદિવાસીના વોટ દારુ, ચવાણું, મંદિર માટે દાન- વાસણ- તબલાં મંજિરા, અથવા યુવાનો માટે રમતના સાધનો, મહિલાઓ માટે સાડીઓ, અથવા કુટુંબના સભ્યોની સંખ્યા જેટલા ૫૦૦-૫૦૦૦ કે ૧૦૦૦-૧૦૦૦ રુપિયા આપી વોટ ખરીદી લે છે. જો આદિવાસી સમુદાયના વોટ ખરીદી શકાતાં હોય તો પછી આદિવાસી સમાજને અધિકારો કે સમાજના મુદ્દા શા માટે સાંભળે સરકાર.. આદિવાસી સમાજના આગેવાનો, નેતાઓ જો ચુંટણી સમયે થોડા પૈસા થી વેચાતા હોય તો ગામડાના ગરીબ આદિવાસીઓ પાસે શું અપેક્ષા રખાય.

આદિવાસી સમાજના યુવાનો સોશ્યલ મીડિયામાં ‌બોગસ‌ આદિવાસી મુદ્દે ખુબ જ ગુસ્સામાં છે. પરંતુ પોતાનાનો ગુસ્સો ક્યાં અને કેવી રીતે કાઢવો તે અંગે મૂંઝવણમાં છે અંતે આંદોલનથી પરિણામ નહિતર મળતા હતાશ થાય છે નિરાશ થાય છે. આદિવાસી આંદોલનને સરકાર ગણકારતી નથી કેમ કે આપણા સમાજના મોટા ભાગના લોકોને વોટ ‌વેલ્યૂ જાણતા નથી જેથી આપણાં સમાજસેવકો, આગેવાનો એ આદિવાસી સમાજને વોટનું મહત્વ શું છે તે અંગે જનજાગૃતિ અભિયાન જલ્દી શરુ કરવા પડશે.

આદિવાસી સમાજ જે દિવસે શિક્ષણ, આરોગ્ય સેવાઓ, ખેતી, બંધારણીય હક્કોને નામે વોટ આપતો થઈ જશે તે દિવસે આ પાર્ટીઓ આદિવાસીઓને પગે ‌લાગશે અને તે દિવસે આ પાર્ટી ઓ કોઈ બોગસ આદિવાસીને ટીકીટ પણ નહીં આપે, મંત્રી બનાવવાની તો દુર ની વાત છે. સમાજમાં જેટલી રાજનીતિક જાગૃતિ આવશે આદિવાસી સમાજ એટલો ‌મજબુત બનશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here