ધરમપુર: ગતરોજ વલસાડના ધરમપુર તાલુકામાં મોહનાકાવચાલી ગામ ખાતે જે જંગલની જમીન મુદ્દે વણ વિભાગ સાથે સમાધાન થયા બાદ ૨૮ સપ્ટેબરના રોજ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાન્ટેશન શરુ કરી દેવાતાં ગામના લોકોએ ધરમપુરના અપક્ષના યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલની આગેવાનીમાં આક્રોશ રેલીનું આયોજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના મોહનાકાવચાલી ગામ ખાતે જે જંગલની જમીનમાં પૂર્વજોના સમયથી ખેતી કરી આદિવાસી સમાજના લોકો જીવન ગુજારે છે, અને તે બાબતે અગાઉ સમાધાન થયું હતું કે જ્યાં સુધી દાવા અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી પ્લાન્ટેશન કરવું નહીં, પરંતુ 28 સપ્ટેબરના રોજવણ વિભાગ દ્વારા ફરી પ્લાન્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું જે બાબતે આજરોજ મોહનાકાઉચાલી ગામાના આગેવાનો અને સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા કલેકટર સાહેબને ઉદેશીને લખેલ આવેદન પત્ર ધરમપુર RFO શ્રીહિરેનભાઈને આપવમાં આવ્યું હતું. જુઓ આ વિડીયોમાં..
આ આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યાં સુધી દાવા અરજી નો નિકાલ ન થાય ત્યાં સુધી પ્લાન્ટેશન બંધ રાખવામાં આવવું જોઈએ આ પ્રસંગે ધરમપુર તાલુકાના વિવિધ ગામોથી વિવિધ સંગઠનના યોદ્ધાઓ, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યોદ્ધાઓ આવ્યા