તીરંદાજીમાં અમેરિકાના યેન્કટનમાં આયોજિત વિશ્વ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ભારતીય ખેલાડી દિપિકા કુમારી મહિલા રિકર્વ વર્ગમાં અને અતાનુ દાસ પૂરૂષ રિકર્વ વર્ગમાં ચોથા સ્થાન પર રહ્યા હતા.
30 સપ્ટેમ્બરના રોજ આયોજિત તીરંદાજી વિશ્વ કપ પ્રતિયોગિતામાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી દિપિકા કુમારીની તેની પહેલી મેચમાં રશિયાની સ્વેતલાના સામે 6-4 થી જીત થઇ હતી અને તેણે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યા તેની રશિયાની એલેના ઓસિપોવા સામે હાર થઇ હતી. કાંસ્ય પદક મેચમાં દિપિકા કુમારીની જર્મનીની ક્રોપેન સામે 6-5 થી હાર થઇ હતી. તેથી દિપિકા ચોથા સ્થાન પર રહી હતી.
પુરુષ રિકર્વ વર્ગમાં ભારતના અતાનુ દાસ ઇવેન્ટમાં પાંચમાં ક્રમાંકિત ખેલાડી હતા અને તેની પ્રથમ મેચમાં જર્મનીના વેકમ્યુલર સામે 6-2 થી જીત થઇ હતી. પરંતુ સેમિફાઇનલમાં પ્રથમ ક્રમાંકિત અમેરિકાના બ્રેડી એલીસને અતાનુને 6-2 થી હાર આપી હતી અને પછી કાંસ્ય પદકની મેચમાં ટર્કીના ગેઝોઝે 6-0 થી આતાનુને હરાવી ભારતની પદકની આશાને નિરાશામાં બદલી હતી.

