ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં મોડી રાતથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યાં છે.

નર્મદા જિલ્લાના કરજણ ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં વરસાદી પાણીની આવક વધી રહી છે. ડેમમાં 161000 ક્યુસેક પાણીની આવકને લઇ ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે અને 154000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વધુ વરસાદને લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. જ્યારે ડિઝાસ્ટર વિભાગે કાંઠાના વિસ્તારના લોકોને નદીના તટ થી દૂર રહેવા અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.