વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત બુધવારથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે વૉશિન્ગટન પહોંચ્યા હતા. ત્યારબાદ ગઈકાલે એટલા કે તા.25 મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીએ ન્યુ યોર્ક પહોંચી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કોરોના મહામારી, આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર વાત કરી હતી.

આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ આતંકવાદ પર વાત કરતા જણાવ્યું હતું કે, જે દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થવો જોઈએ. તો અફઘાનિસ્તાન અંગે વાત કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોને મદદની જરૂરત છે.

વેક્સિનેશન મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, ભારતમા 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળ્યું છે, 50 કરોડથી વધારે લોકોને મફત સારવાર આપી છે, ત્રણ કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન હોવા છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું છે. જેના પરિણામે ભારતે દુનિયાની પહેલી DNA આધારિત વેક્સિન વિકસિત કરી લીધી છે. આ સાથે જ તેમણે દુનિયાની વેક્સિન બનાવનાર કંપનીઓને ભારતમાં આવીને વેક્સિન બનાવવા આમંત્રણ પણ આપ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં સામાન્ય સભાના તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કર્યો હતો, આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાને મદદ કરી શકે છે.

નોંધનીય છે કે, આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઑસ્ટ્રેલિયા, જાપાનના પોતાના સમકક્ષ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, તેમને દ્રઢ વિશ્વાસ છે કે ચાર લોકતંત્ર સમૂહ ‘ફોર્સ ફૉર ગ્લોબલ ગુડ’ ના રૂપમાં કામ કરશે અને હિન્દ-પ્રશાંતની સાથે સાથે આખી દુનિયામાં શાંતિ અને સમુદ્ધિ સુનિશ્ચિત ક