મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના બજેટમાં રૂ. ૮૭૯પ.પ૭ કરોડની જોગવાઇ આ બે વિભાગો માટે કરવામાં આવી છે, તેમજ આ જોગવાઈના ૬૦ ટકા જેટલી રકમ એટલે કે રૂ. પર૮પ.૯૬ કરોડ પંચાયત વિભાગ માટે અને ૪૦ ટકા એટલે કે રૂ. ૩પ૦૯.૬૧ કરોડ ગ્રામ વિકાસ વિભાગને ફાળવાયા છે તેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વતન પ્રેમ યોજના અંતર્ગત જે-તે દાતાઓના સહયોગ અને સરકારના યોગદાનથી સ્થાનિક વિકાસ કામો તથા જનહિત સુવિધાઓ ઊભી કરીને આ યોજનાનો વ્યાપ વિસ્તારવા માર્ગદર્શન આપ્યું હતું.