પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ અમેરિકાની મુલાકાતે છે. આજે પીએમ મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ જૉ બિડેન વચ્ચે વોશિંગ્ટનમાં મુલાકાત થવાની છે ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે PM મોદીને મળે ત્યારે અમારી સમસ્યાનું ખાસ ધ્યાન આપવામાં આવે. પીએમ મોદીએ જે ત્રણ કાયદા લગાવ્યા છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે અને 11 મહિનાનાં વિરોધમાં 700 ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કાળા કાયદા સામે અમારી રક્ષા ખૂબ જરૂરી છે.

નોંધનીય છે કે, યુએસ પ્રવાસ પર પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત કોરોનાની બીજી લહેરની પકડમાં હતું ત્યારે અમેરિકાએ ઘણી મદદ કરી હતી. પી.એમ મોદીએ કમલા હેરિસને ભારતની મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું હતું. આપને જણાવી દઈએ કે પીએમ મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન કમલા હેરિસે ખુદ આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દેશમાં આતંકવાદી જૂથો કામ કરી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, ઈસ્લામાબાદને ભારત અને અમેરિકાની સુરક્ષાને અસર ન થાય તે માટે કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં ઉપરાષ્ટ્રપતિ હેરિસ સાથે બેઠક યોજી હતી, જે દરમિયાન તેઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો હતો અને લોકશાહી, અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક સામેના ખતરા સહિત સામાન્ય હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.