પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના પ્રવાસે વોશીગ્ટન ડી.સી પહોચી ગયા છે. ભરચક કાર્યક્રમમાં અમેરીકાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. અને ક્વાડ શીખર સંમેલનમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં અમેરીકી રાષ્ટ્રપતિ જો- બાયડન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન અને જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સાથે વાતચીત કરશે. બન્ને નેતા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગની સંભાવના તપાસશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરીકી કંપનીઓના સીઇઓ સાથે પણ વાતચીત કરશે.