હાલમાં જ ધારાસભ્યશ્રી પોતે ખોટા આદિજાતિના પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલ હોઈ તેવા સંજોગોમાં તેમને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી જેવું મહત્વનું અને સંવેદનશીલ મંત્રાલય શોપી શકાય નહીં. તેવી સમગ્ર આદિવાસી સમાજ નું માનવું છે તેમ છતાં શ્રીમતી નિમિષાબેન સુથાર ની રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી તરીકે નિમવા તે સમગ્ર આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા જેવી બાબત છે. તેથી ગુજરાત હાઇકોર્ટનો અંતિમ ફેંસલોના આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક અસરથી રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી દુર કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે..
જો નિમીષાબેનને આદિજાતિ મંત્રી બનાવી રાખવામાં આવશે તો છેલ્લા 5 વર્ષથી ગુજરાતના સાચા આદીવાસી ખોટા આદિવાસીઓ સામે વિરોધ કરી રહ્યા છે, લડી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે એમની લાગણી અને માંગણીની સરકાર દ્વારા ધરાર અવગણના થશે અને ગુજરાતના આદિવાસીઓ જે પાર્ટીને ખોબલે ખોબલે મત આપી જીતાડે છે એના દ્વારા પોતે ઠગાએલા મહેસૂસ કરશે અને આવનાર ચૂંટણીના આ વર્ષમાં આદિવાસીઓએ ફરી રાજ્યવ્યાપી આંદોલન કરવા માટે મજબુર ના થવું પડે એ જોવાની રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપની જવાબદારી છે. ગુજરાતના સાચા આદીવાસી સમાજની લાગણી અને માંગણી ને સમજીને , ધ્યાનમાં રાખીને મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે.

