કપરાડા: હાલમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાંચવેરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લોલમલોલ કર્યાના તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસના કારણે કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેણે લઈને તંત્ર હરકતમાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસ કરતાં ખબર પડી કે એક શિક્ષક હાજર હતો પણ મોડા આવ્યો હતો. એક શિક્ષિકા ગણપતિની સ્થાપના થઇ હતી ત્યારથી તપાસ કર્યા સુધીના દિવસ સુધી ગેરહાજર રહેવા પામી હતી. શાળાના આચાર્ય ગેરહાજર હોવા છતાં એડવાન્સમાં રજીસ્ટારમાં સહી કરેલી જોવા મળી હતી. આ બાબતે તાલુકા પંચાયત શિક્ષણ શાખા કપરાડા દ્વારા એક પરિપત્ર બહાર પાડી એમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી છે.
લોકોનું કહેવું છે કે કપરાડા તાલુકામાં આવેલી અમુક અંતરિયાળ પ્રાથમિક શાળામાં શિક્ષકોમાં આજે એક તો કાલે બીજો આવવું એવી પ્રથા છે. પરંતુ આ સંદર્ભે કોઈ જિલ્લાના મોટાભાગના અધિકારીઓ તપાસ પણ કરતાં હોતા નથી માટે આ પરિસ્થિતિ હજુ સુધી અકબંધ રહી છે. પણ આ વખતે અચાનક અધિકારી તપાસમાં આવતાં આ હકીકત બહાર આવી છે એમ કહી શકાય.

