આજ રોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નવસારી જીલ્લાના ચીખલી ખાતે પ્રતિક ધરણા રાખવામાં આવેલ છે. તે અંતર્ગત ચીખલી પોલીસે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ને ડીટેઈન કર્યા છે.
જેને લઈને આ મામલો વધું ગરમાયો છે. કસ્ટોડિયલ ડેથનો વિરોધ કરી રહેલા ધારાસભ્ય અનંત પટેલની પોલીસે ઉનાઈમાં તેમના ઘરે જઈને અટકાયત કરી અને ચીખલી જતાં રાનકુવા ખાતે અનંત પટેલ ને ડીટેઈન કરવામાં આવ્યા છે, તેમજ બીજા આદિવાસી અગેવાનો ને રાનકુવા પીલીસ ચોકી ખાતે નજર કેદ કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે આદિવાસી સમાજની મહિલાઓએ તેમજ આદિવાસી સમર્થકોએ પોલીસનો ભારે વિરોધ કર્યો જેના કારણે અનંત પટેલની અટકાયત કરવામાં આવી છે. જેમા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ધારાસભ્યને સમજાવીને તેમને અટકમાં લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે કસ્ટોડિયલ ડેથને લઈને ચીખલી અને વાંસદા તાલુકામાં ઠેર ઠેર પોલીસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટના વાત કરીએ તો આદિવાસી સમાજ દ્વારા પોલીસ કર્મીઓ સામે FIR દાખલ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેને કારણે આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માગણી કરવામાં આવી રહી છે.
Decision News ને મળતી માહિતી મુજબ સમગ્ર મામલે આદિવાસી સામજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓને બચાવાના પ્રયાસ કરી રહી છે. જેથી સમાજ દ્વારા એવી માગ કરવામાં આવી છે કે આ કેસ માટે એસાઈટી નીમવામાં આવે અથવા તો આ કેસ સીઆઈડીને આપવામાં આવે. સાથેજ જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા પણ સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.