IPL: આઇપીએલ-2021 ટી-20 ક્રિકેટ લીગના બીજા તબક્કાની પ્રથમ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી . બંન્ને ટીમ વચ્ચેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પહેલી બેટિંગ પસંદ કરી હતી. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 156 રન ફટકાર્યા હતા. મુંબઈ સામે ચેન્નઈની નબળી શરૂઆત રહી હતી. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ તરફથી શાનદાર બેટિંગ કરી ચેન્નઈને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડી હતી.

CSK એ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની સમગ્ર ટીમ 8 વિકેટના નુકસાન પર માત્ર 136 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીની CSK પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.

https://twitter.com/IPL/status/1439654120613371905?s=20

મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. તેણે 40 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ક્વિન્ટન ડી કોક (17), અનમોલપ્રીત સિંહ (16) અને સૂર્યકુમાર યાદવ (3) રન બનાવ્યા બાદ આઉટ થયા હતા. દીપક ચાહરે મુંબઈને શરૂઆતના આંચકા આપ્યા હતા. તેણે પહેલા ડિકોક અને પછી અનમોલપ્રીતને પોતાનો શિકાર બનાવ્યો. ત્યારબાદ સૌરભ તિવારી અને કેપ્ટન પોલાર્ડે મુંબઈની ઇનિંગ સંભાળી હતી. જોકે, તે પણ ટીમની હારને ટાળી શક્યો ન હતો.