ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકામાં ખોબા ગામમાં આવેલા ખોબા મહાત્મા ગાંધીના વિચારો અને તેમના સિદ્ધાંતો સાથે સામાજિક વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે તેઓ આ આદિવાસી વિસ્તારના ગામડાના બાળકોમાં ગાંધી વિચારધારાનું સંસ્કાર સિંચન કરી રહ્યા છે.
Decision Newsને મળેલી વિગતો અનુસાર વર્તમાન સમયમાં ભપકાદાર શૈલીમાં ઉછેરતા બાળકોમાં 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી ધરમપુર તાલુકાની 87 સ્કૂલમાં ગાંધીજીના જીવન પ્રસંગો દર્શાવતું પ્રદર્શન દ્વારા ગાંધી વિચારધારાની સિંચન કરવા ખોબા આશ્રમનાં કાર્યકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બાળકોને સીધી રીતે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અંગે નથી જણાવતા પણ તેમને દરેક જીવને પ્રેમ કરવાનું શીખવે છે.
હાલમાં ગાંધીને સમજવા સૌથી અઘરા અને ગેરસમજવા સૌથી સહેલા છે. ગાંધી વિચાર વાળ કરતાંય ઝીણા છે એટલે જ કદાચ ગેરસમજણનો શિકાર બને છે. મારું જીવન એ જ મારો સંદેશ કેહનારા આ મહામાનવ ના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે ગાંધી વિચાર અને તેમનું જવાન દર્શન આજે પણ વિશ્વને પ્રેરણા પાડી શકે છે